pyarikavita

my fav. gujarati kavita, gazal

Sunday, July 17, 2011

તમે સુખી છો ??

નવાંગતુક માર્કેટિંગ ડિરેક્ટર નાં સ્વાગત સમારોહમાં એમની સાથે આવેલ એમની પત્ની ને અન્ય સ્ત્રીઓએ પૂછ્યું. “તમારા પતિથી તમે સુખી છો ને?” નજીક જ બેઠેલા પતિદેવ અપેક્ષિત્ જવાબ ની આશામાં , વિશ્વાસ સાથે , થોડા ટટાર થઇ ગયા. એમને ખાતરી હતી કે એમની પત્ની નો જવાબ હકારમાં જ હશે. એમને અને બીજા બધાંને પત્નીનો જવાબ સાંભળીને સખત આંચકો લાગ્યો જયારે તેણે કહ્યું, “ના, હું મારા પતિ થી સુખી નથી !” આખા રૂમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ! પતિદેવ તો જાણે પથ્થરનું સ્ટેચ્યુ! એ માની જ નહોતા શકતા કે એમની પત્ની આવું કહેશે- એ ય આટલા બધા લોકોની વચ્ચે. પોતાના માથા પરનો સ્કાર્ફ સરખો કરતાં કરતાં એ સ્ત્રી એ આગળ કહ્યું : “ના, હું એમના-થી સુખી નથી, હું [જાતે] સુખી છું !” હું સુખી છું કે કેમ, એ બાબત એમના પર આધારીત નથી , એ બાબત મારા પર આધાર રાખે છે! “મારૂં સુખ ફક્ત મારા પર આધાર રાખે છે. ” જિંદગીની હરેક પરિસ્થિતિમાં, હરેક ક્ષણમાં હું સુખનો અનુભવ કરવાનું પસંદ કરૂં છું. સુખનો અનુભવ કરવા માટે મારે બીજા લોકો પર, બીજી બાબતો પર કે પરિસ્થિતિઓ પર આધાર રાખવાનો હોય તો તો હું મુશ્કેલીમાં મૂકી જઉં! આપણી જિંદગીમાં અસ્તિત્વ ધરાવે છે એ તમામ વસ્તુઓ પરિવર્તનશીલ છે : માણસો, સંપત્તિ, મારૂં શરીર, હવામાન, ખુશીઓ આ તમામ પરિવર્તનશીલ છે.. મારી જિંદગીમાં હું કેટલીક બાબતો શીખી છું: હું સુખી છું એવો નિર્ણય હું કરી લઉં છું બાકીની તમામ બાબતો “અનુભવો” યા તો “પરિસ્થિતિઓ” નો વિષય છે! જેમ કે મદદરૂપ થવું, સમજવું, સ્વીકારવું,સાંભળવું, સધિયારો આપવો: મારા પતિ સાથે હું આમ જ જીવું છું. સાચું સુખ મળે છે ક્ષમાવાન થવામાં, અને તમારી જાતને ને બીજા બધાંને ચાહવામાં. .....મને સુખી કરવાની જવાબદારી મારા પતિ ની નથી એની પાસે પણ એના પોતાના “અનુભવો” કે “પરિસ્થિતિઓ” છે! અમારા સંજોગો ગમે તે હોય , પણ હું એને ચાહું છું, અને એ મને ચાહે છે એ બદલાતા રહે છે, હું પણ બદલાતી રહું છું. વાતાવરણ બદલાતું રહે છે. તમામ વસ્તુઓ બદલાતી રહે છે ક્ષમાશીલતા હોય, સાચો પ્રેમ હોય અને પરિવર્તનો તો હમેશા આવે જ છે એ જોયું હોય તો બંનેએ એક બીજા માટે પોતાના હદયમાં રહેલા પ્રેમ વડે આવા પરિવર્તનોને ઝીલવા જોઈએ. જો આપણે બેઉ એકબીજાને પ્રેમ કરતાં રહીએ અને માફ કરતાં રહીએ તો પરિવર્તનો એવા “અનુભવો યા પરિસ્થિતિઓ” બની રહેશે જે આપણને સમૃદ્ધ કરે અને શક્તિશાળી બનાવે. એમ નહી થાય તો આપણે ફક્ત “ સાથે જીવન ગુજારનાર” બની રહેશું. સાચો પ્રેમ કરવો કઠિન છે. સાચો પ્રેમ એટલે અપેક્ષારહિત્ ક્ષમા આપવી “અનુભવો યા પરિસ્થિતિઓ”ને છે એમ જ સ્વીકારવા અને એમને સાથે રહીને ઝીલવા અને પરિણામ થી ખુશ રહેવું. એવા કેટલાય લોકો છે જે કહેશે: હું સુખી થઇ શકું એમ નથી ...... કારણકે હું રોગગ્રસ્ત છું ........ કારણકે મારી પાસે એક પણ પૈસો નથી ......... કારણ કે ભયંકર ગરમી છે ................કારણકે એમણે મારૂં અપમાન કર્યું છે .......... કારણકે એ હવે મને પ્રેમ કરતો નથી ....... કારણકે એ હવે મારા વખાણ કરતો નથી! પણ તમને ખબર નથી કે રોગગ્રસ્ત હોવા છતાં, ભયંકર ગરમી હોવા છતાં, પૈસા ના હોવા છતાં, અપમાનિત થવા છતાં, પ્રેમ ના મળવા છતાં કે ખ્યાતિ ના મળવા છતાં તમે સુખી રહી શકો છો. સુખી હોવું એ જીવન વિશેનું આપણું મનોવલણ છે અને એ આપણે નક્કી કરવાનું છે!

0 Comments:

Post a Comment

<< Home