pyarikavita

my fav. gujarati kavita, gazal

Saturday, May 15, 2010

વિદાયવેળાએ.........



ઢબૂકતો ઢોલ આંગણે મારે આજ,
પાનેતરમાં ઢબૂરાઇ છે મારી ઢીંગલી,
માથે સજ્યો છે મોડ,
ને મીંઢળ બાંધ્યું છે હાથ.....

પગમાં ઝાંઝર રણઝણે
હાથમાં મેંહદી ને ચૂડીઓનો શણગાર,
ભાલે સોહે ચાંદલો ને આડ,
ને વદને મઢ્યો પીઠીનો ઉજાસ........

કાલે તો તું મારી આંગળી ઝાલીને
મારી સાયકલે બેસીને જતી'તી નિશાળ,
આજે કેમ રહેતો મારો જીવ ઝાલ્યો???
કેમેય જીવીશ તારા વિના !!!!!
જાય જ્યારે તું પિયુ સંગે પરદેશ!!!!

જીવનની આ રીત છે,તારી હો કો સંગ પ્રીત,
સોણલાનું સજાવી કાજળ આંખોમાં આજ,
પોતાનાને પારકા કરી, પારકાને પોતાના કરવા કાજ,
જુઓ ! ત્યાં મંડપનો થાંભલો પકડી
એક બાપનું હૈયું રોઇ રહ્યું છે ચોધાર આંસુએ આજ...........

0 Comments:

Post a Comment

<< Home