pyarikavita

my fav. gujarati kavita, gazal

Wednesday, March 16, 2011

ભાઇ!!!કોઇ ને કાંઇ નો કહેવાય

ભલે ગમે બીજા નુ...,,એને આપણુ નો કહેવાય
સાળી નુ ગમવુ કુદરતી છે...,,પણ એને ઘરવાળી નો કહેવાય

ગાડી ભલે ખખડી ગઇ હોય...,,એને ખટારો નો કહેવાય,
બૈરી ભલે નો હોય રુપાળી...,,એને કદરુપી નો કહેવાય

સિંહાસન પર ચડી બેસેલુ કુતરુ!!!...,,એને શહેનશાહ નો કહેવાય
ચોરેલા નાણા ની લાગે લોટરી ...,,એને નશિબ નો કહેવાય

એક સમજદાર ઘણો છે...,વ્યર્થ માણસો નુ ટોળુ ન કરાય

પડી ગયા હોય ઠોકર લાગવા થી...,,એને હારી ગયેલા નો કહેવાય
થાકી જાય જો કોઇ બે ઘડી...,,એને બિમાર નો કહેવાય

પ્રેમ નો રોગ ભલે લાગે,બધા ને લાગે છે...,,એનો ઇલાજ નો કરાય
અસંતોષી થયા સમજાય છે...,,પણ ઘર માં બિમારી નો લવાય

બાપા ભલે લોહી પીવે દર્દી કરી નાખે મલેરીયા નો...,,એને મચ્છર નો કહેવાય

લગ્નજીવન ની ૫૦ મી વર્ષગાઠ સુધી ચિપકેલા એકબીજા થી
રહે ખુસ,શરમાવે જુવાનો ને...,,એને પરણેલા નો કહેવાય

પતલી થઇ ગએલી ડાળ ને...,,કાઇ શરબત નો કહેવાય
સાસૂ ભલે હોય માથાભારે...,,એને ચુડેલ નો કહેવાય

ભલે ગમે બીજા નુ...,,એને આપણુ નો કહેવાય
સાળી નુ ગમવુ કુદરતી છે...,,પણ એને ઘરવાળી નો કહેવાય

0 Comments:

Post a Comment

<< Home