pyarikavita

my fav. gujarati kavita, gazal

Sunday, July 17, 2011

તમારે લગ્ન કરવા છે?

…. પૂર્વશરતો અને પૂર્વધારણાઓ …

તમને સાડીઓના ઢગલા સહેતા આવડે છે?
તો કરો….
તમને મેક અપ સાથે સમયની જેમ વહેતા આવડે છે?
તો કરો….

તમને સાસુ વહુના ધારાવાહીકો જોતા આવડે છે?
તો કરો….
તમને રસોઈ પછી કચરો વાસણ પોતાં આવડે છે?
તો કરો….

તમને અખતરા ભર્યા ભોજનો પચાવતાં આવડે છે?
તો કરો….
તમને સવાર બપોર સાંજ રાત મનાવતા આવડે છે?
તો કરો….

તમને કેશ ચેક અને ક્રેડીટકાર્ડ બચાવતાં આવડે છે?
તો કરો….
તમને સાળીઓના ટોળાને હસાવતાં આવડે છે?
તો કરો….

તમને ખૂબસૂરત કન્યાઓને “નહીં જોતા” આવડે છે?
તો કરો….
તમને રેગ્યુલર પ્રિસ્ક્રિપ્શન મુજબ રોતાં આવડે છે?
તો કરો….

તમને લોકોની વચ્ચે પત્નિની પાછળ રહેતા આવડે છે?
તો કરો….
તમને વાંક વગર પ્રવચન સાંભળવાનું સહેતા આવડે છે?
તો કરો….

તમને હેન્ડસમ માંથી રાઈટ હેન્ડ થતાં આવડે છે?
તો કરો….
તમને કંઈ પણ આવડતું નથી
એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે ?
તો કરો….

1 Comments:

Post a Comment

<< Home