હવે સમજાયું
રાધાએ સાડીને કપબર્ડમાં મૂકી
……. ને પહેરવા માંડ્યું છે હવે પેન્ટ
……. હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ.
બિચારો શ્યામ ઘણો કન્ફ્યુઝ થયો છે
……. એને રાધાની લાગ્યા કરે બીક
કે વાંસળીના સૂરથી ન રાધા રોકાય
……. એને વાંસળીથી આવે છે છીંક
રાધા તો પ્લાસ્ટિકનાં ફૂલ ગૂંથે કેશમાં
……. ને ઉપર લગાવે છે સેન્ટ
……. હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ.
રાધા કહે શ્યામ તમે માખણનાં બદલામાં
……. ચોરી લાવો હીરાનો હાર
વળી ગાય ઉપર બેસવાનું ફાવે નહીં શ્યામ
……. તમે લઈ આવો મારુતિકાર
રે’વાને ફલેટ મારે જોશે ઓ શ્યામ
……. મને ફાવે નહીં તારો આ ટેન્ટ
……. હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ.
વૃંદાવને શ્યામ મને મળવું ગમે નહીં
……. તું મળવાને હોટલમાં આવ
મારી સહેલીઓને ઈમ્પ્રેસ કરવાને
……. તું હાથોમાં સેલ્યુલર લાવ
રાધા તો ઠીક ઓલી ગોપીઓય આજકાલ
……. શ્યામની કરે છે કોમેન્ટ
……. હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ.
1 Comments:
At 12:42 PM, અશોક ચાવડા 'બેદિલ' said…
આપના પેજ પર રાધાએ સાડીને કબર્ડમાં મૂકીને.... કવિતા કોઈએ પોસ્ટ કરી છે. આ મારી બહુ જાણીતી રચના છે, જે કવિતા સામયિકમાં ઑગસ્ટ અંક-198 (વર્ષ-2000)માં પ્રકાશિત થઈ છે, ત્યાર બાદ મારા કાવ્યસંગ્રહમાં પણ... જે કોઈએ આ પોસ્ટ મૂકી હોય તેણે સત્વરે નામોલ્લેખ કરવો અન્યથા કાનૂની પગલાં લેવામાં આવશે. કોપિરાઇટ એક્ટના ભંગ માટે 25000નો દંડ અને કેદની જોગવાઈ છે, જે જાણ સારું... આને નોટિસ સમજીને યોગ્ય કાર્યવાહી હાથ ધરવી...
Post a Comment
<< Home