pyarikavita

my fav. gujarati kavita, gazal

Wednesday, June 17, 2009



આજ મારી નણદીએ મહેણું માર્યું

ભાઇ ખોવાઇ ગયો ભાભીના આવતાં

બોલ્યા નણંદબા નયનો નચાવતાં

ઘરમાં બધું થાય ભાભી ધાર્યું

આજ મારી નણદીએ મહેણું માર્યું....


સ્નેહલ સમીર ભર્યું કામણ તો એવું કર્યું

વ્હાલભરી બહેન કેરું સગપણ હાર્યું

આજ મારી નણદીએ મહેણું માર્યું....


દિન-રાત રંગમાં ભાભીની સંગ રમે

વહુઘેલો વીરો મારો ભાભીને ચરણ નમે

લાખેણીલાજ મૂકી સાજન સારું

આજ મારી નણદીએ મહેણું માર્યું....

'' મઝા અનેરી ''

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.

કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.

તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.

બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.

એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.

દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં,
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે..