pyarikavita

my fav. gujarati kavita, gazal

Saturday, May 15, 2010


જિંદગી

જિંદગી બહુ મોટી નિયામત છે ,
એ કહેતી નથી કશું પણ
બસ એને તો એની મેળે જીવવા દો...
માંગ માંગ કરીને એનાથી
એને પોતાની નજરમાં નીચી ના પાડતા ,
વણમાંગે કેટલું આપી દે છે ...
ઘડી ભર એ તો તમે વિચારી લો ....
જે દ્વાર બંદ થઇ જાય છે તમારે માટે
કેમ વિલાપ કરો છો એ દ્વારે ....
કેટલાય બીજા દ્વારને તમારા આગમનની રાહ છે ....
જરા દ્રષ્ટિને એ તરફ ઘુમાવી દો ....
કહે છે જયારે બોલાવો ત્યારે આવી જાય એ ઈશ્વર નથી ,
પણ સમયસર આવી પહોચે એને ઈશ્વર કહે છે .....
અનમોલ જિંદગી આપવા હે ઈશ્વર તારો આભાર ....

વિદાયવેળાએ.........



ઢબૂકતો ઢોલ આંગણે મારે આજ,
પાનેતરમાં ઢબૂરાઇ છે મારી ઢીંગલી,
માથે સજ્યો છે મોડ,
ને મીંઢળ બાંધ્યું છે હાથ.....

પગમાં ઝાંઝર રણઝણે
હાથમાં મેંહદી ને ચૂડીઓનો શણગાર,
ભાલે સોહે ચાંદલો ને આડ,
ને વદને મઢ્યો પીઠીનો ઉજાસ........

કાલે તો તું મારી આંગળી ઝાલીને
મારી સાયકલે બેસીને જતી'તી નિશાળ,
આજે કેમ રહેતો મારો જીવ ઝાલ્યો???
કેમેય જીવીશ તારા વિના !!!!!
જાય જ્યારે તું પિયુ સંગે પરદેશ!!!!

જીવનની આ રીત છે,તારી હો કો સંગ પ્રીત,
સોણલાનું સજાવી કાજળ આંખોમાં આજ,
પોતાનાને પારકા કરી, પારકાને પોતાના કરવા કાજ,
જુઓ ! ત્યાં મંડપનો થાંભલો પકડી
એક બાપનું હૈયું રોઇ રહ્યું છે ચોધાર આંસુએ આજ...........


શ્રાવણનો સંદેશ પિયુને ...

મેઘ ગરજ ગરજ હૈયું ધડકાવે ધડક ધડક,

એકલડી હું ને સાજણ છે પરદેશ,

યાદ આવે વીજળીને ઝબકારે ને વાદળને થડકારે ,

ભીંજાય છે મારી ચુંદલડી ને કોરે કોરે હૈયે ચાલે આર .....

પિયુજી આવશે શ્રાવણીયે આ આષાઢની વેળા કેમ જાશે?

કાળી કાળી વાદલડીની ગર્જનાઓથી બીને રાતો શેં જાશે?

પિયુજીને આવતી તો હશે જ મારી રે યાદ

પણ કાગળ પત્તરની રહેતી હશે એમને પણ વાટ!!!

આ ભીંજાયેલી આંખલડીનું રેલાઇ રહ્યું જે કાજળ ,

એની રે નિશાની કરી આ રુમાલને મોકલું છું એમને....

વાટ ઝાઝી ના જોવડાવતા મને એકલડું લાગે મુને,

આ સંદેશ તું પણ દેતી જાજે વાદલડી કે રાખે મારું કે'ણ.....

કાશ ,...............

કાશ ,
એક પળ બસ એક પળ જ ,
તમે ત્યાં જ રોકાયા હોત ,
તો આજે આપણા રસ્તા
આમ વિખુટા ના પડ્યા હોત ,
હમસફર બનીને
આપણે પણ સાથે ચાલ્યા હોત ,
અને આજ અજનબીની જેમ આંખો ઝુકાવીને
એક બીજાને આપણે નાં ટાળ્યા હોત ....
છતાંય આજે થોડા કદમ આગળ વધ્યા
પછી પાછું વળીને બેઉથી જોવાઈ ગયું