pyarikavita

my fav. gujarati kavita, gazal

Thursday, April 28, 2011

આખરી તું દાવ જીતી જાય તો

એક બસ સમજણ જો આવી જાય તો ?
જે મળ્યું તેમાં જો ફાવી જાય તો ?
મોક્ષની વાતો બધા કરતા રહે,
તું ધરા પર સ્વર્ગ પામી જાય તો ?
કેમ છે ભીંતો અને સરહદ બધે ?
ચોતરફ વિશ્વાસ વ્યાપી જાય તો ?
આમ તો એ શું હતું ? શબ્દો હતા..
પણ જરા, જો ક્યાંક વાગી જાય તો ?
જેમનાથી જિંદગી દોડ્યા કર્યું,
એ હતું શું ? યાદ આવી જાય તો ?
જે નથી ભૂલ્યો, નથી કરતો હવે,
વાતમાં એ વાત આવી જાય તો ?
પ્રેમ જ્યાં સાચો હશે, બાંધે નહીં,
લાગણી જો નામ પામી જાય તો ?
પાછલી વાતો બધા ભૂલી જશે,
આખરી તું દાવ જીતી જાય તો !

Yaad banker...

Aisa nahi ki aapki yaad aati nahi,
Khataa sirf itni hai ke hum bataa paate nahi,

Par ek maasum si shikayat aapse bhi hai,
Naa jaane aap bhi kyu samaj paate nahi,

Isse jyada aur kya bayaa kare,
Hum apnii chahat ko rok paate nahi,

Na jaane kyu aisaa hotaa hai,
Aapke hote hue bhi aapke ho paate nahi,

Jaane ye najuk saa kyaa rishtaa hai,
Ek kacchi si dor hum tod paate nahi,

Kya sahi,kyaa galat ye jaante nahi,
Par itnaa jaroor hai ke is dil se ab aap jaate nahi….

Arz karte hai..

Aisa nahi ki aapki yaad aati nahi,
Khataa sirf itni hai ke hum bataa paate nahi,

Par ek maasum si shikayat aapse bhi hai,
Naa jaane aap bhi kyu samaj paate nahi,

Isse jyada aur kya bayaa kare,
Hum apnii chahat ko rok paate nahi,

Na jaane kyu aisaa hotaa hai,
Aapke hote hue bhi aapke ho paate nahi,

Jaane ye najuk saa kyaa rishtaa hai,
Ek kacchi si dor hum tod paate nahi,

Kya sahi,kyaa galat ye jaante nahi,
Par itnaa jaroor hai ke is dil se ab aap jaate nahi….

Friday, April 22, 2011

એ આશિકો…. રડતા તો હશે જ ને…!



મારા જેવા જ તૂટેલા ખ્વાબો ક્યાંક,
ફરતા તો હશે જ ને…..?

ખામોશ સંવેદનાને ભીના આંસુ,
ક્યાંક હસતા તો હશે જ ને…..!

ચાલો પૂછી લઇએ થોડા સવાલો એમને,
ઇત્તફાકથી પણ કોઇક ઉત્તરો
મળતા તો હશે જ ને…..?

મંઝીલ એક જ છે ને રસ્તાઓ કેમ જુદા છે?
અલગ ફંટાતા રસ્તા ક્યાંક મળતા
તો હશે જ ને…..!

મ્હોરૂ ઓઢીને શાથી હસાવે છે સૌને……?
જાહેરમાં હસતા ચેહરા કદીક રડતા
તો હશે જ ને…..!

ભલેને ડૂબી ગઇ નાવ કિનારે આવીને,
પણ, મઝધારે ય કોઇક
‘‘દિવાના’’,
તરતા તો હશે જ ને…..!

ગ્રહણ તો ચાંદ અને સૂરજ ને
ય લાગે છે,
ને તારલાઓ ય આસમાનેથી,
ખરતા તો હશે જ ને…..!

છૂટી ગયો સંગાથ પણ શ્રઘ્ધા ક્યાં ખૂટી છે?
સમા પાછળ પરવાના હંમેશ,
જલતા તો રહેશે જ ને……!

ખૂદના જ આંસૂથી નાહકના ભિંજાઇયે છીએ,
બાકી, સેંકડો ના સ્વપ્નો તૂટતા
તો હશે જ ને…..!

સમયે ચાલ બદલી,
ને દિલ જેઓ તોડી બેઠા,
તન્હાઇ ની ઓથે, એ ‘‘આશિકો’’
ય રડતા તો હશે જ ને……!!!

મજા નહીં

હદથી વધારે પ્રેમ કરવામાં મજા નહીં,
કારણ વગર રોજમળવામાં મજા નહીં.

આકાશમાં ચાંદલો ભલેને ચમકતો રહે,
દિલમાં કોઈનું નામ લખવામાં મજા નહીં.

સપનાઓ કો’ક વખત હકીકત બને છે,
ખોટો રાતે ઉજાગરો કરવામાં મજા નહીં.

ચાર દિવસ મજાની ચાંદની રાત હોય છે,
આદત અજવાળાની પાડવામાં મજા નહીં.

સખી સમજાવે છે, તો સમજી લે ગઝલમાં,
દિલ પથ્થરોની સામે ધરવામાં મજા નહીં.

તમને કહેવું છે

આવી છે વાત હોઠો પર, કહી શકતી નથી.
ઇશારાનું છે કામ, કરી શકતી નથી.

લઇ લીધો છે નિર્ણય, આજે તમને કહેવું છે,
વર્ષો સુધી તમારી સાથે રહેવું છે.

યુવાનીની થોડીક પળો, તમારી સાથે માણવી છે,
રિસાયા છો આજે તમને મનાવવા છે.

વખિરાયેલું સ્મિત ફરીથી મલકાવવું છે,
ચકાસી જુઓ મારી પંક્તિમાં પ્રથમ પાંચ અક્ષર.

સમજાઇ જશે મારે તમને શું કહેવું છે?