pyarikavita

my fav. gujarati kavita, gazal

Wednesday, January 19, 2011

આઝાદી સ્વપ્ન થાય (ભાગ-૨ )પ્રેમી જો પતિ બની જાય તો ફર્ક શુ થાય

પ્રેમી જો પતિ બની જાય તો ફર્ક શુ થાય
લગ્ન પહેલા પડ્યા બોલ જીલ્તો કેમ બહેરો થઇ જાય
કહેવત ગરજ સરે ને વૈદ વેરી નો અર્થ પ્રેમી પતિ થાય ને સમજાય જાય
દુકાનદાર જો ખોટો માલ વળગાવી દે તો એની ફરિયાદ ગ્રાહક સુરક્ષા માં થાય
પ્રેમાળ પતિ નો સ્વભાવ... કટ-કટયો થઇ જાય તો ફરિયાદ ક્યાં થાય???
નાની-નાની ખુશી માટે ફિકર કરતો મોટા દુ:ખ માં પણ અજનબી બની જાય
પ્રેમી જો પતિ બની જાય ને બન્ને ની દુનિયા બદલાય જાય
દિવસ આખા તારા ફોન ના ઉત્તર પ્રેમ થી જ આપતી
લગ્ન પછી પુછુ કે "ક્યાં છો" કે "ક્યારે આવશો" તો એને એ વાત ખૂચી જાય
આખા દિવસ તમે કામ કર્યુ તો મે ક્યાં આરામ કર્યો એની નોંધ ન થાય
સાંજે હસતુ મોઢુ રાખી ન આવકારો ને ઝગડા ની શરુઆત થઇ જાય
પ્રેમી જો પતિ બની જાય તો ફર્ક શુ થાય
કોઇ પોતાના પરિવાર ને છોડી કોઇ ના માટે આવ્યુ છે
પતિ થી એ વાત કેમ ભુલાય જાય?


મુક્ત જીવન ને લગામ લાગી જાય
ઊડવુ હોય જીવન પતંગ ને પૂર્વ એને પશ્ર્ચિમ લઇ જાય
આઝાદી સ્વપ્ન થાય , ન ચાહે છતા આ જીવન કારાવાસ થઇ જાય
આઝાદી સ્વપ્ન થાય યારો!!! માણસ બંદી બની જાય

પત્ની અને પ્રેમીકા માં ફર્ક શુ છે
જરુરત પુરતુ બોલતી શરમાતી છોકરી
પરણે તો બે લગામ થઇ જાય
ન ખબર હોય તો કહી દવ
લગ્ન કમજોર ને પણ તાકતવર બનાવવા ની દવા થઇ જાય

પહેલા મોબાઇલ માં "મીઠુ બોલતી" છોકરી નો સ્ટોક,,, પત્ની બને તો શુ ખાલી થઇ જાય?
ગમતુ બોલતી છોકરી કેમ કટ-કટ કરતી થઇ જાય?

પ્રેમીકા નો સૂર કોયલ જેવો... રુતુ બદલે પણ ન બદલાય
પણ પત્ની નુ એવુ નથી યારો, બહેરા બની ને નહી જીવો તો ...જીંદગી અસહાય થઇ જાય

મુક્ત જીવન ને લગામ લાગી જાય
ઊડવુ હોય જીવન પતંગ ને પૂર્વ એને પશ્ર્ચિમ લઇ જાય
આઝાદી સ્વપ્ન થાય યારો, માણસ બંદી બની જાય

નજાણુ આ લગ્ન છે જડીબુટ્ટી કે કોઇ શૂરવીર બની જાય
ગરીબ ગાય જેવી છોકરીઓ કેમ રણચંડી બની જાય?

પત્ની અને પ્રેમીકા માં ફર્ક શુ છે
જરુરત પુરતુ બોલતી શરમાતી છોકરી
પરણે તો બે લગામ થઇ જાય
ન ખબર હોય તો કહી દવ
લગ્ન કમજોર ને પણ તાકતવર બનાવવા ની દવા થઇ જાય

Tuesday, January 18, 2011

માણસ માણસ રમીએ

પ્રિયે ,
ચાલો થોડું માણસ માણસ રમીએ !
થોડું નમીએ થોડું ખમીએ અને
થોડું થોડું અમસ્તું અમસ્તું એકબીજા ને ગમીએ !
બને તો સુખ-દુખ માં એક બીજા ને કહીએ
..."તમે ફિકર ના કરશો અમે તમારી સાથે છીએ !"
આવો તમે, તો પતંગ ને પણ સ્થિર રાખીએ ,
કાપવાનું બંધ કરી ને એક નવોજ સંકલ્પ લઈએ,
એકબીજાની સ્પર્ધા છોડીને એક બીજા ના પુરક બનીને રહીએ !
છો તમે તો આખું જગત છે અમારી સાથે ,
પછી શા માટે બીજાની ફિકર કરીએ !
ચાલો થોડું માણસ માણસ રમીએ !
થોડું થોડું અમસ્તું અમસ્તું એકબીજા ને ગમીએ !