pyarikavita

my fav. gujarati kavita, gazal

Tuesday, November 16, 2010


હવે સમજાયું


રાધાએ સાડીને કપબર્ડમાં મૂકી
……. ને પહેરવા માંડ્યું છે હવે પેન્ટ
……. હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ.
બિચારો શ્યામ ઘણો કન્ફ્યુઝ થયો છે
……. એને રાધાની લાગ્યા કરે બીક
કે વાંસળીના સૂરથી ન રાધા રોકાય
……. એને વાંસળીથી આવે છે છીંક
રાધા તો પ્લાસ્ટિકનાં ફૂલ ગૂંથે કેશમાં
……. ને ઉપર લગાવે છે સેન્ટ
……. હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ.
રાધા કહે શ્યામ તમે માખણનાં બદલામાં
……. ચોરી લાવો હીરાનો હાર
વળી ગાય ઉપર બેસવાનું ફાવે નહીં શ્યામ
……. તમે લઈ આવો મારુતિકાર
રે’વાને ફલેટ મારે જોશે ઓ શ્યામ
……. મને ફાવે નહીં તારો આ ટેન્ટ
……. હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ.
વૃંદાવને શ્યામ મને મળવું ગમે નહીં
……. તું મળવાને હોટલમાં આવ
મારી સહેલીઓને ઈમ્પ્રેસ કરવાને
……. તું હાથોમાં સેલ્યુલર લાવ
રાધા તો ઠીક ઓલી ગોપીઓય આજકાલ
……. શ્યામની કરે છે કોમેન્ટ
……. હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ.
ઘા

ઘા પર ઘા હૃદય પર પડ્યા હોય તો,
વેદનાની વાત ન પૂછો...

સ્નેહી જ જો થયા હોય વેરી તો,
વેરની વસૂલાત ન પૂછો...

વાત છે લાખની, કિંમત સવા લાખની,
ત્યાં બંધનોની કિંમત ન પૂછો...

મુક્ત થઇ હવે ફર્યા ન કરે ,
ગમગીની છે આ કેરની....

બસ, હવે કોઇ સવાલ ન પૂછો...


કોને ખબર છે?


તારું એક સ્મિત જોવા માટે,
મેં કર્યા લાખો પ્રયત્નો,
બાકી અમારાં તો આંસુની,
પણ કોને ખબર છે?

તારી એક ખુશી માટે,
મારી અનેક આશાઓને તોડી,
બાકી અમારા તો ગમની,
પણ કોને ખબર છે?

તારા પ્રેમની મંઝિલ માટે,
મેં છોડી મારી મંઝિલની રાહ,
બાકી અમારા તો રસની,
પણ કોને ખબર છે?

તારી ફૂલો બિછાવેલી રાહમાં,
દૂર કર્યા કાંટાઓ મેં,
બાકી અમારા તો દર્દની,
પણ કોને ખબર છે?

તારી એ જિંદગી માટે,
આપી દીધું સર્વસ્વ મારું,
બાકી અમારા તો મોતની,
પણ કોને ખબર છે?