pyarikavita

my fav. gujarati kavita, gazal

Thursday, May 14, 2009


આંખમાં ઉજાગરાની લાલી...
પ્રિય વ્યકિત માટે પ્રતીક્ષા કરવી એનો પણ એક આનંદ છે. આ આનંદની લહેરનું ગીત છે. અલબેલા કાજે ઉજાગરાનું ગીત છે
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા
જોતી’તી વ્હાલાની વાટ રે...
અલબેલા કાજે ઉજાગરો
પગલે પગલે એના ભણકારા વાગતા
અંતરમાં અમથા ઉચાટ રે...અલબેલા કાજે
બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં
વેરણ હીંડોળાખાટ રે... અલબેલા કાજે
ધેરાતી આંખડીને દીધા સોગન મેં
મટકું માર્યું તો તારી વાત રે...અલબેલા કાજે
આજના તો જાગરણે આતમા જગાડયો
જાણે ઊભી હું ગંગાને ઘાટ રે... અલબેલા કાજે
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા......
"સાજન, થોડો મીઠો લાગે"
હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક કયાંક દીઠો લાગે!
સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!
મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.
રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી.
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;
તારી આંખના ઉજાગરાનો
છલકાતો રંગ જો મજીઠો લાગે!