pyarikavita

my fav. gujarati kavita, gazal

Tuesday, December 14, 2010

આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?

આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?
અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો,
અમે જાન છીએ આપની કે આપ અમારી જાન છો ? ? ?
…તને મોડેથી સમજાશે


સાગરની વારતા અને પથ્થરની વારતા
બચપણની સાથ ગૈ મરી દફતરની વારતા

એમાં તો ક્યાંય ઝેરનો ઉલ્લેખ પણ નથી
પાછા કહો છો એ હતી શંકરની વારતા

ફૂલોનો હાલ શું થયો જાણી જશે જો તું
સાચ્ચે જ નૈં ગમે પછી અત્તરની વારતા

નાસ્તિકપણું સ્વભાવથી અળગું થઈ ગયું
કોણે કહી હશે મને ઈશ્વરની વારતા

બાકી તો ‘પ્રેમ’ કોઈનું એવું ગજૂ નથી
આંખો જ વર્ણવી શકે ઝરમરની વારતા
ના કર સાસુ દીકરા દીકરા, હવે તો હસબન્ડ મારો

જ્યારે પહેરતો બાબાસૂટ, ત્યારે દીકરો તારો હતો
હવે તો પહેરતો થ્રીપીસ સૂટ, હવે તો ડાર્લિંગ મારો

જ્યારે પીતો બોટલમાં દૂધ, ત્યારે ગગો તારો હતો
હવે તો પીતો ગ્લાસમાં વ્હીસ્કી, હવે તો મીસ્ટર મારો

જ્યારે લખતો ક,કા,કી,કુ ત્યારે નાનકો તારો હતો
હવે તો કરે SMS, હવે તો પતિ મારો

જ્યારે ખાતો ચોકલેટ આઈસ્ક્રીમ, ત્યારે વ્હાલો તારો હતો
હવે તો ખાય પીઝા પાસ્તા, એ તો છે હસબન્ડ મારો

ના કર દીકરા દીકરા સાસુ, હવે તો છે હસબન્ડ મારો
હવે તો જાય ગોલ્ફ રમવા, હવે તો ચેમ્પિયન મારો
ના કર સાસુ દીકરા દીકરા, હવે તો હસબન્ડ મારો

કોલેજમાં લાઈન મારતો હતો, તે દીકરો તારો
હવે કહું ત્યાં સાઈન કરતો, વર છે મારો
ના કર સાસુ દીકરા દીકરા, હવે તો હસબન્ડ તો છે મારો