બસ આજ ફરક છે.... એ પુરુષ છે.
એ સમજે હક્ક છે,, હુ આપુ પ્રેમ થી !!
એ ભલેને હોય... કોઇ વસ્તુ પ્રેમ કે અધિકાર!
એ પુરુષ છે ને હુ સ્ત્રી... આટલો ફરક છે.
ઘર ચાલે કરકસર થી,, એ સમજે સુખ છે !!
થોડા માં પણ કેમ થાય પુરુ,,એ શુ જાણે ?
આટલો ફરક છે... એ પુરુષ છે ને હુ સ્ત્રી.
એ સમજે કમાય પૈસો,, ને થાય ફરજ પુરી,,
બાળકો માં સંસકાર ભળતર ઘર નો મોભો, સમજે વ્યવહાર
પરવરિશ કરે અણમોલ સમજે જવાબદારી એ કોણ????
આટલો ફરક છે.....એ પુરુષ છે ને હુ સ્ત્રી.
પતિ પાછળ સતી થાય
પત્ની ની રાખ ઠરયા પહેલા પરણી જાય
બસ આજ ફરક છે.... એ પુરુષ છે.