pyarikavita

my fav. gujarati kavita, gazal

Thursday, February 17, 2011

થોડા મા ઘણુ...!


મજધાર ના મોજા અમારે નથી રે માણવા
કિનારે રહી પગ ભીંજાય તો યે ઘણુ

મોંઘેરુ મોતી અમારે નથી રે પામવુ
રેતી મા થી છીપલા મળી જાય તો યે ઘણુ..

અંત સુધી નો સાથ મળે ના મળે
હરદમ સાથ રહે તેવી યાદ મળી જાય તો યે ઘણુ

પ્રભુ ના દર્શન તો સંભવ નથી
અંતર ની ઓળખ થઈ જાય તો યે ઘણુ…
માણસ માણસ રમીએ


પ્રિયે ,
ચાલો થોડું માણસ માણસ રમીએ !
થોડું નમીએ થોડું ખમીએ અને
થોડું થોડું અમસ્તું અમસ્તું એકબીજા ને ગમીએ !
બને તો સુખ-દુખ માં એક બીજા ને કહીએ
..."તમે ફિકર ના કરશો અમે તમારી સાથે છીએ !"
આવો તમે, તો પતંગ ને પણ સ્થિર રાખીએ ,
કાપવાનું બંધ કરી ને એક નવોજ સંકલ્પ લઈએ,
એકબીજાની સ્પર્ધા છોડીને એક બીજા ના પુરક બનીને રહીએ !
છો તમે તો આખું જગત છે અમારી સાથે ,
પછી શા માટે બીજાની ફિકર કરીએ !
ચાલો થોડું માણસ માણસ રમીએ !
થોડું થોડું અમસ્તું અમસ્તું એકબીજા ને ગમીએ !
"મને તુ દોસ્ત સમજતો નથી"


આ માનવ સ્વભાવ મને સમજાતો નથી
મિત્રતાનુ મુલ્ય કેટલુ? કેમ વિચારતો નથી


જરુરત ન હતી "લાખ" ની
જરુરત હતી દોસ્ત "સાથ" ની
એ પણ તુ આપતો નથી
લાગે છે તારા અંગત જીવન માં ખુબ વ્યસ્ત છે
દોસ્તી નુ મહત્વ લાગતુ નથી

'હા' માં 'હા' કરે તો અતિપ્રિય!!!!!
વિરોધ કરે તો દોસ્ત ગમતો નથી
'ન કહુ' તો ખોટુ લાગે છે એને
સાથે ચાલવા નુ કહુ તો સમય આપતો નથી

સમજે છે,,, નથી મળતો હુ... તો કઇક વાત હશે
સ્વભાવ જાણે છે,,,સહનશીલ છુ!!!
મારી "તકલીફ ની" ખબર કરે જમાનો....ને કરે ફરિયાદ
"મને તુ દોસ્ત સમજતો નથી".
સમજનાર કેટલા છે


મૌન સંવાદ સમજનાર કેટલા છે?
આંખોની વાતો સમજનાર કેટલા છે?

કાગળ તો વર્ણવે લખેલી વાતો બધી,
શબ્દના શબ્દાર્થ સમજનાર કેટલા છે?

હ્રદય થાય ભાવવિભોર સમક્ષ થયે,
મહી હ્રદય વ્યથા સમજનાર કેટલા છે?

પ્રેમ મહોબ્બતની વાતો કરે તો ઘણી,
ખરા પ્રેમની કિમંત સમજનાર કેટલા છે?

મુખડુ રહે સદા હસતુ બધાની સામે,
હાસ્ય પાછળનુ રુદન સમજનાર કેટલા છે?

Sunday, February 06, 2011

આંસુની અમાનત...!


આંસુને સાચવીને રાખ્યાં છે મેં,
લીલી-સૂકી જોવાની બાકી છે.

આંસુને સાચવીને રાખ્યાં છે મે,
ચડતી-પડતીથી બેખબર છું તેથી.

આંસુને સાચવીને રાખ્યાં છે મેં,
વેદના-સંવેદનાથી પર છું હજુ.

આંસુને સાચવીને રાખ્યાં છે મેં,
કો’કની ક્ષમા માંગવાનું હજુ યાદ છે.

આંસુને સાચવીને રાખ્યાં છે મેં,
‘ડાઘુ’ બનવાનું હજુ બાકી છે.

આંસુને સાચવીને રાખ્યાં છે મેં,
જાતને હજુ ક્યાં જાહેર કરી છે...!!

આંસુને સાચવીને રાખ્યા છે મેં,
‘દીકરી’ વળાવવાની હજુ બાકી છે...
પ્રેમ
.........
અઢી અક્ષરની આ છે કેવી બલા,
થાય નાસીપાસ, તો ભરે હવાડા ને કૂવા

નથી જોતાં ટાઢ-તડકો કે દિન-રાત વેળા,
રહે છે હાજર વહેલાં એના પસાર થતાં.

પ્રેમના નહીં હુશ્નના દીવાના થયા,
પણ હુશ્નવાળા બધાં વફા નથી કરતાં.

પ્રેમમાં જરૂરી નથી આકર્ષણ,
તેમાં તો જરૂરી છે ત્યાગ ને સમર્પણ.

પ્રિયતમાને મળવાનાં સ્થળો છે અનેક,
શાળા-કોલેજ ને દેરે પ્રેમી મળે અનેક.

ઘસાય છે વર્ષમાં પ્રેમીનાં ચપ્પલો અનેક,
પ્રેમમાં પાગલ થાય જો પ્રેમી એક.

પ્રેમ ને મોહ વચ્ચે બારીક લકીર છે એક,
જો સમજી જાય એને, તો ‘પ્રીત’ બની જાય નેક.

પ્યાર ક્યારે, કોનો પૂરો થયો છે?
પ્યારનો પ્રથમ અક્ષર જ અધૂરો છે.