pyarikavita

my fav. gujarati kavita, gazal

Wednesday, June 10, 2020

દીકરી છું

દીકરી છું તો હું બધું નિભાવીશ...
તમે કેમ કહો છો?? પપ્પા કે હું શરમાવીસ????

આશા સ્વપ્ન ની વિસર્જન કરી છે મેં,
તમે કહેશો એ હવે હું અપનાવીશ....

કર્તવ્ય કેમ મારા જ નસીબ ના દ્વારે આવ્યું ???
વિચાર્યું હશે કે દીકરી છું એટલે નિભાવીશ.....

ગુનો નથી મારો કે મેં પ્રેમ કર્યો પપ્પા,
પણ તમને પસંદ નથી એટલે ઠુંક્રવીશ.....

તમે કેમ કહો છો?? પપ્પા કે હું શરમાવીસ????
દીકરી છું હું બધું નિભાવીશ...

Monday, September 22, 2014"આજની સપ્તપદી" 


સાત પગલાં, સાત વચનો-વાત ક્યાં વિસરાઈ ગઈ ?

ટાંકણાથી કાળના બે જિંદગી બદલાઈ ગઈ.


‘જિસ્મ બે પણ જાન એક’ એ વાત ત્યાં ભૂંસાઈ ગઈ,’

હું’ ને ‘તું’ પડખું ફર્યાં ને ભીંત એક બંધાઈ ગઈ.


થઈ ગયાં અદ્વૈતમાંથી દ્વૈત પાછાં આપણે,

જ્યોત આસ્થાના અનલની જ્યાં પ્રથમ બુઝાઈ ગઈ.


બાવફા કાયમ રહી તું, બેવફા હું થઈ ગયો,

એક માત્રાના ફરકમાં જિંદગી બદલાઈ ગઈ.


સાત જન્મોનું છે બંધન, સાતમો છે જન્મ આ,

તેં કહ્યું જેવું આ મારી આંખ ત્યાં મીંચાઈ ગઈ.


થઈ ગયાં મા-બાપ, ના સાથે રહ્યાં, ના થ્યાં અલગ,

અજનબી બે સાથે રહેતાં જોવા છત ટેવાઈ ગઈ.


‘હું વધું’ કે ‘તું વધે’ની રાહ જોવામાં, સખી !

પુલ વિનાના કાંઠા વચ્ચે જિંદગી જીવાઈ ગઈ…

એ રાત્રે

એ રાત્રે
આંખો અને પાંપણો વચ્ચે
સફળ સંસર્ગ થયેલો.
અને આંખોને ગર્ભ રહી ગયેલો સપનાંનો!
માના પેટમાં બચ્ચું આકાર લે,
બસ એમ જ
સપનું વિકસવા લાગ્યું આંખોમાં…
આંખોને મીઠાં ગલગલિયાં પણ થયાં!
ત્યાં અચાનક
પોપચાં ફડકયાં.
હાથેથી આંખોને પસવારી પણ ખરી.
ત્યાં જ આંખેથી નીકળ્યું પાણી.
સફેદ શ્વેતપટલ લાલ-લાલ થઈ ગયો.
આંખો ખૂલી ગઈ
અને
ફરી એક વાર
કસમયે
ગર્ભપાત થઈ ગયો એક સપનાંનો!

Thursday, August 02, 2012

ગઝલકાયમી સહેવાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો,
સો ટકા વિશ્વાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.

જે ઘડીએ વાસ્તવિક્તાઓ મને ઘેરી વળી,
શાશ્વતી અજવાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.

એક જૂની ખીલી ડંખી સાથના ચપ્પલમાં જ્યાં,
બેયને ઉલ્લાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.

સાતની વાત જ નથી, બસ, બે જ પગલાંની ભીતર
હું જ તારી ખાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.

ભીંત ચારે બાજુથી એવી ધસી કે છાતીમાં
બે’ક ખુલ્લા શ્વાસનો જે ભ્રમ હતો, ભાંગી ગયો.

હું

અડધી રાતે
ઊંઘમાંથી સફાળા જાગીને મેં જોયું,
તો પલંગમાં હું ક્યાંય નહોતી.
ન ચાદરની કરચલીમાં,
ન નાઇટલેમ્પના આથમતા ઉજાસમાં.
હેલ્થક્લબ જતા પતિ માટે
ટેબલ પર કાઢી રાખેલા દૂધના ગ્લાસમાં પણ નહીં.
ચાની તપેલીમાંથી ઊઠતી ગરમ વરાળમાં પણ નહીં
અને ગરમાગરમ બટેટાપૌંઆમાંય નહીં.
બધાએ વાંચી નાંખેલા અખબારમાં
ક્યાંક હું ચોળાયેલી પડી હોઈશ એમ માનીને
હું પાનેપાનાં ઉથલાવી ગઈ પણ…
દીકરાનું ટિફિન પણ ખોલ્યું
ને એના દફ્તરમાં કાળજીપૂર્વક ગોઠવેલી
એક-એક ચોપડીઓની વચ્ચે પણ હું ફરી આવી…
ઓફિસ જતાં પહેલાં તૈયાર કરેલા લંચમાં
અને ઓફિસ-અવર્સના એક-એક પડળ પણ
બાજનજરે ફંફોસી જોયા.
કામવાળીઓની અવારનવાર ગેરહાજરીનો બુરખો ઓઢીને
મેં આખા દિવસના કાચમાં પણ જોયું.
હોમવર્કના પાનાંઓના અક્ષરે-અક્ષર ઉતરડી જોયા,
કદાચ હું ત્યાં મળી જાઉં મને.
કદાચ હું રાતના ઢાંકા-ઢૂબાની ગલીઓમાં તો ભૂલી નથી પડી ને?
બનવાજોગ છે
કે એ લેપટોપ મૂકીને પાસે આવે
એ વિચારે લંબાતી જતી રાતના બોરિંગ બગાસામાં હું ક્યાંક ઊડી ગઈ હોઉં.
કે મગરના જડબાં જેવા ખેંચાયેલા દિવસના
તૂટતા શરીર પર
લીલું-લીસું ચુંથાતી રાતની ચાદરમાં તો હું નથી ને?
કે પછી ઊંડા પાણીની શાર્કના દાંતમાંથી છટકવા
આખો દિવસ ફોરવર્ડ કર્યે રાખેલા મેસેજિસ સાથે
ક્યાંક હું પોતે જ તો ફોરવર્ડ નથી થઈ ગઈને?
હું ત્યાંય નથી….
હું ક્યાંય નથી ?

એ દિવસ ગયા...

સાથે ને સાથે રહેતા હતા એ દિવસ ગયા,
બે કાયા, એક છાયા હતા એ દિવસ ગયા.
ખાવું-પીવું તો ઠીક, હવાનેય બુંદ-બુંદ
શ્વાસોમાં સાથે લેતા હતા એ દિવસ ગયા.
પળથી વરસ સુધીની સમયની બધીય વાડ,
હરપળ વળોટી જીવ્યા હતા એ દિવસ ગયા.
જીરવાય, ના જીવાય જુદાઈની એક પળ
એ કાયમી મિલનમાં હતા એ દિવસ ગયા.

સંજોગે ખોઈ બેઠાં જણસ, આ દિવસ રહ્યા,
જીવન ઉપર ઉપરથી સરસ, આ દિવસ રહ્યા.
વાતો કે હસવું ઠીક છે, રસ્તે અગર મળ્યાં,
સામુંય જોઈ ના શક્યાં, બસ આ દિવસ રહ્યા.
કાંઠા સમું જીવન થયું, સાથે જ પણ અલગ,
વચ્ચે સતત વહે છે તરસ, આ દિવસ રહ્યા.

Sunday, July 08, 2012

બસ આજ ફરક છે.... એ પુરુષ છે.


એ સમજે હક્ક છે,,  હુ આપુ પ્રેમ થી !!
એ ભલેને હોય... કોઇ વસ્તુ પ્રેમ કે અધિકાર!
એ પુરુષ છે ને હુ સ્ત્રી... આટલો  ફરક છે. 
ઘર ચાલે કરકસર થી,, એ સમજે સુખ છે !!
થોડા માં પણ કેમ થાય પુરુ,,એ શુ જાણે ?
 આટલો  ફરક છે... એ પુરુષ છે ને હુ સ્ત્રી.
એ સમજે કમાય પૈસો,, ને થાય  ફરજ પુરી,,
બાળકો માં  સંસકાર ભળતર ઘર નો મોભો, સમજે વ્યવહાર
પરવરિશ કરે અણમોલ સમજે જવાબદારી  એ કોણ????
 આટલો ફરક છે.....એ પુરુષ છે ને હુ સ્ત્રી.
પતિ પાછળ સતી થાય 
પત્ની ની રાખ ઠરયા પહેલા પરણી જાય 
બસ આજ ફરક છે.... એ  પુરુષ છે.

Tuesday, December 06, 2011

just

Kabhi ro ke muskuraye , kabhi muskura ke roye,
Jab bhi teri yaad aayi tujhe bhula ke roye,
ek tera hi to naam tha jise hazar bar likha,
Jitna likh ke khush hue us se jayada mita ke roye…
`
Akela sa mehsus karo jab tanhai me,
Yaad meri aye jab judai me,
Mehsus karna tumhare karib hu me,
Jab chahe dekh lena apni hi parchai me…
`
Kadam yuhi dagmaga gaye raaste me,
Warna sambhlna hum bhi jaanthe the,
Thokar bhi lagi tho us pathar se,
Jise hum apna mante the…
`
Kaash woh samajthe is dil ki tadap ko,
Tho yun humein ruswa na kiya hotha.
Unki ye berukhi zulm bhi manzoor thi humein,
Bas ek baar humein samaj-liya hotha?
`
Wo roye to bahut, par mujhse muh mod kar roye
Koi majburi hogi to dil tod kar roye
Mere samne kar diye mere tasveer ke tukde
Pata chala mere piche wo unhe jod kar roye…

Friday, November 11, 2011

Kuch log

Jab Yaad Ka Kissa Kholu Toh,
Kuch Log Bahut Yaad Aate Hai,
Main Guzre Pal Ko Sochun Toh,
Kuch Log Bahut Yaad Aate Hai.

Ab Jane Kaun Si Nagri Mein,
Abaad Hai Jakar Muddat Se,
Main Dair Raat Tak Jaagu Toh,
Kuch Log Bahut Yaad Aate Hai.

Kuch Baate Thi Phoolon Jaisi,
Kuch Lehze The Khusboo Jaise,
Main Saare Chaman Mein Tehlu To,
Kuch Log Bahut Yaad Aate Hai.

Wo Pal Bhar Ki Narazgiyaan,
Aur Maan Bhi Jana Pal Bhar Mein,
Abb Khud Se Bhi Roothun Toh,
Kuch Log Bahut Yaad Aate Hai.

Sunday, July 17, 2011

થોડા મા ઘણુ...!

મજધાર ના મોજા અમારે નથી રે માણવા
કિનારે રહી પગ ભીંજાય તો યે ઘણુ

મોંઘેરુ મોતી અમારે નથી રે પામવુ
રેતી મા થી છીપલા મળી જાય તો યે ઘણુ..

અંત સુધી નો સાથ મળે ના મળે
હરદમ સાથ રહે તેવી યાદ મળી જાય તો યે ઘણુ

પ્રભુ ના દર્શન તો સંભવ નથી
અંતર ની ઓળખ થઈ જાય તો યે ઘણુ…
માણસ માણસ રમીએ

પ્રિયે ,
ચાલો થોડું માણસ માણસ રમીએ !
થોડું નમીએ થોડું ખમીએ અને
થોડું થોડું અમસ્તું અમસ્તું એકબીજા ને ગમીએ !
બને તો સુખ-દુખ માં એક બીજા ને કહીએ
..."તમે ફિકર ના કરશો અમે તમારી સાથે છીએ !"
આવો તમે, તો પતંગ ને પણ સ્થિર રાખીએ ,
કાપવાનું બંધ કરી ને એક નવોજ સંકલ્પ લઈએ,
એકબીજાની સ્પર્ધા છોડીને એક બીજા ના પુરક બનીને રહીએ !
છો તમે તો આખું જગત છે અમારી સાથે ,
પછી શા માટે બીજાની ફિકર કરીએ !
ચાલો થોડું માણસ માણસ રમીએ !
થોડું થોડું અમસ્તું અમસ્તું એકબીજા ને ગમીએ !
"મને તુ દોસ્ત સમજતો નથી"

આ માનવ સ્વભાવ મને સમજાતો નથી
મિત્રતાનુ મુલ્ય કેટલુ? કેમ વિચારતો નથી


જરુરત ન હતી "લાખ" ની
જરુરત હતી દોસ્ત "સાથ" ની
એ પણ તુ આપતો નથી
લાગે છે તારા અંગત જીવન માં ખુબ વ્યસ્ત છે
દોસ્તી નુ મહત્વ લાગતુ નથી

'હા' માં 'હા' કરે તો અતિપ્રિય!!!!!
વિરોધ કરે તો દોસ્ત ગમતો નથી
'ન કહુ' તો ખોટુ લાગે છે એને
સાથે ચાલવા નુ કહુ તો સમય આપતો નથી

સમજે છે,,, નથી મળતો હુ... તો કઇક વાત હશે
સ્વભાવ જાણે છે,,,સહનશીલ છુ!!!
મારી "તકલીફ ની" ખબર કરે જમાનો....ને કરે ફરિયાદ
"મને તુ દોસ્ત સમજતો નથી".
સમજનાર કેટલા છે

મૌન સંવાદ સમજનાર કેટલા છે?
આંખોની વાતો સમજનાર કેટલા છે?

કાગળ તો વર્ણવે લખેલી વાતો બધી,
શબ્દના શબ્દાર્થ સમજનાર કેટલા છે?

હ્રદય થાય ભાવવિભોર સમક્ષ થયે,
મહી હ્રદય વ્યથા સમજનાર કેટલા છે?

પ્રેમ મહોબ્બતની વાતો કરે તો ઘણી,
ખરા પ્રેમની કિમંત સમજનાર કેટલા છે?

મુખડુ રહે સદા હસતુ બધાની સામે,
હાસ્ય પાછળનુ રુદન સમજનાર કેટલા છે?
તમારે લગ્ન કરવા છે?

…. પૂર્વશરતો અને પૂર્વધારણાઓ …

તમને સાડીઓના ઢગલા સહેતા આવડે છે?
તો કરો….
તમને મેક અપ સાથે સમયની જેમ વહેતા આવડે છે?
તો કરો….

તમને સાસુ વહુના ધારાવાહીકો જોતા આવડે છે?
તો કરો….
તમને રસોઈ પછી કચરો વાસણ પોતાં આવડે છે?
તો કરો….

તમને અખતરા ભર્યા ભોજનો પચાવતાં આવડે છે?
તો કરો….
તમને સવાર બપોર સાંજ રાત મનાવતા આવડે છે?
તો કરો….

તમને કેશ ચેક અને ક્રેડીટકાર્ડ બચાવતાં આવડે છે?
તો કરો….
તમને સાળીઓના ટોળાને હસાવતાં આવડે છે?
તો કરો….

તમને ખૂબસૂરત કન્યાઓને “નહીં જોતા” આવડે છે?
તો કરો….
તમને રેગ્યુલર પ્રિસ્ક્રિપ્શન મુજબ રોતાં આવડે છે?
તો કરો….

તમને લોકોની વચ્ચે પત્નિની પાછળ રહેતા આવડે છે?
તો કરો….
તમને વાંક વગર પ્રવચન સાંભળવાનું સહેતા આવડે છે?
તો કરો….

તમને હેન્ડસમ માંથી રાઈટ હેન્ડ થતાં આવડે છે?
તો કરો….
તમને કંઈ પણ આવડતું નથી
એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે ?
તો કરો….
સવાલ-જવાબો ની તડાફડી


આજ કાલ 'લગ્ન' ની મોસમ પુરજોશ માં ચાલી રહી છે..જયારે એક બીજા ને જોવા મળવાનું કામ ચાલુ હોય ત્યારે જે સવાલ-જવાબો ની તડાફડી ફૂટે છે એના પર એક મસ્ત મજ્જા ની નોટ...

છોકરો :- હાઈ, કેમ છો ??
છોકરી :- મજા માં (અત્યાર સુધી તો મજા માં જ હતી હવે ખબર નહિ..)
તમે કેમ છો ??
છોકરો :- બસ મજા માં (તને જોયા પછી મજા નો મતલબ ભૂલી ગયો !!!)
(બંને એક બીજા સામે ખોટું ખોટું હસે છે અને મન માં ને મન કહે છે.. જલ્દી પૂરું થાય તો સારું...)

છોકરો: તમારુ નામ ખુબજ સુદર છે... કોણે તમારા ફૈબાઍ પાડ્યુ?
છોકરી: ના (તારા ફૈબાઍ ) .....

છોકરો :- તો તમે શું કરો છો ??
છોકરી :- હું બી.કોમ કરું છું (આ તો પપ્પા ફોર્સ કરે છે એટલે બાકી મારે તો મુંબઈ જઈ ને એક્ટ્રેસ જ બનવું છે.. )
અને તમે ??
છોકરો :- હું બી.સી.એ. કરું છું અને પાર્ટ ટાઇમ જોબ કરું છું (કોલેજ તો ટાઇમ પાસ કરવા માટે જ જાવ છું બાકી આપણે આખો દિવસ ભાઈબંધ દોસ્તારો સાથે લાઈન મારવા માં જ ઇઝી હોઈએ છીએ.. )

છોકરો: સ્નાતક કક્ષા ઍ મુખ્ય વિષય કયો હતો?
છોકરી: ગુજરાતી...(બહુ પંચાતિયો ભાઈ તૂ તો)
છોકરો : ભાષામાં તો માર્ક બહુ જ ઓછા આવે કેમ?
છોકરી : હા હા ના ના( આતો મારા પત્રો માં પણ રસવઈ/ દીર્ઘઈ ની ભુલ શોધવા બેસ સે)

તમે કોલેજ રેગ્યુલર જાવ છો ??

છોકરી :- હા કોલેજ તો રેગ્યુલર જવું જ પડે ને (કોલેજ તો જવા નું.. પણ ક્લાસરૂમ આજ સુધી જોયો ક્યાં છે અને કોલેજ ના જાઉં તો ખોટી ફેકંફેક કોની સામે કરું ???)
તમે ??
છોકરો :- હું પણ ક્યારેક જાઉં છું..બાકી ટાઇમ કોલ સેન્ટર માં કામ કરું છું..
(છોકરી - કોલ સેન્ટર માં કેટલાય લોકો ને હેરાન કરતો હોઈશ... અને એમ કે મજબૂરી માં જોબ કરે છે.. બાપા ની પાસે જીદ કરી ને બાઈક લીધું તો પેટ્રોલ તો જાતે જ પુરાવું પડે ને.. !! )

છોકરી :- અચ્છા, કયું બાઈક છે તમારી પાસે ? (હુહ મોટો આયો બાઈક વાળો, મારા બોયફ્રેન્ડ પાસે તો ગાડી છે એ પણ નવી નક્કોર..)
છોકરો :- આમ તો મારી પાસે પલ્સર છે...(પૂછે તો એવી રીતે છે જાણે પોતે મીકેનીકલ એન્જીનીઅર હોય... સાઇકલ ચલાવી નથી અને બાઈક ની વાતો.. હુહ..)

છોકરો :- તમે કુંડલી માં માનો છો ??
છોકરી :- હા... (મારી સાથે તું મેચ થતો નથી ને કુંડલી ની વાતો ક્યાં કરે છે..)

છોકરો :- કોઈ વાર/ઉપવાસ જેવું કશું કરો છો ??
છોકરી :- ના હું હેલ્થ માં થોડી વિક(નબળી) છું એટલે નથી કરતી (આમ તો કરું છું પણ તારા જેવો નમુનો મળવાનો હોય તો હું શું કામ ભૂખી રહું ??)

છોકરી :- તમે વેજીટેરીયન જ છો ને ??
છોકરો :- આમ તો હા પણ કોઈ વાર ભાઈ બંધ સાથે બહાર નીકળ્યા હોઈએ તો નોન વેજ. પણ ખાઈ લઉં છું (અત્યારે તો મને તું નોન વેજ. જ લાગે છે.. ક્યાર ની મારું મગજ ખાય છે..)
અને તમે ?
છોકરી :- ના હો.. હું તો શુધ્ધ શાકાહારી જ છું.. મને નોન વેજ. ની સ્મેલ થી જ વોમીટ થાય છે.. (જલ્દી ભાગ અહી થી નહિ તો તારા પર જ વોમીટ કરીશ...)

છોકરો :- તમે કોઈ ગ્રહ ની વીંટી કે કશું પહેરો છો ?? (સારું છે ફોર્મલ કપડા પહેર્યા છે..)
છોકરી :- ના..અને તમે ?
છોકરો :- હા..
(છોકરી :- તને એ બધા ગ્રહ નડે છે કે તું એમને નડે છે..)

છોકરી ના પપ્પા.. ;- બેટા તમારી વાતો પૂરી થયી ??

છોકરી :- હા પપ્પા (સારું થયું તમે આવી ગયા... મગજ બગડી નાખ્યું આ છોકરા એ તો મારું..)
છોકરો :- હા અંકલ (લઇ જાઓ તમારી આ માયા ને અહી થી... શી ખબર મેં કેમ મારા પપ્પા ને હા પડી આને મળવા માટે.. હુહ )
લખું ઝાકળથી પત્ર


લખું ઝાકળથી પત્ર પણ તમે તડકામાં ખોલો તો ????
સંબોધું તમને "મારા વાહલા" થી, તો પણ તમે ના સમજો તો ???

વર્ણવું મારી લાગણીઓ ને શબ્દો થકી, પણ તમે અલંકારીક ભાષા સમજો તો ???
લખું ઝાકળથી પત્ર પણ તમે તડકામાં ખોલો તો ????

ઝંખુ તને હું ક્ષણેક્ષણ - પળેપળ, પણ તમે પાગલપણ સમજો તો ??
આખા દિવસનો હું મારો હિસાબ મોકલું, પણ તમે રોજનીશી સમજો તો ??

લખું ઝાકળથી પત્ર પણ તમે તડકામાં ખોલો તો ????

મોકલું મારી એકલતા SMS થી, પણ તમે BLANK SMS સમજો તો ??
વિસ્તારૂં તને હું કાગળ ઉપર, પણ તમે મને કવિયત્રી સમજો તો ??
લખું ઝાકળથી પત્ર પણ તમે તડકામાં ખોલો તો ????
ક્યારેક


હશે વાંચી ગઝલ તે પણ મારી ક્યારેક,
હશે ભૂલી નફરત તે પણ તારી ક્યારેક....

બહુ થયા એ સંતાકૂકડી ના ખેલ હવે,
થશે તો ખરી એ મિલન આખરી ક્યારેક....

તારી ઇચ્છાઓ માં ભેદ ન કરી શક્યો,
મન માં સહેલી તો હોઠે અઘરી ક્યારેક....

એક મુલાકાત આગળ બહાનું ધરીને,
તું એવું કહે છે કે તને હું વિસરી ક્યારેક....

લાગણીઓ ની ત્યજી છે માયા હવે,
કોઇ માટે જીવી તો કોઇ માટે મરી ક્યારેક....!!!!
તમે સુખી છો ??

નવાંગતુક માર્કેટિંગ ડિરેક્ટર નાં સ્વાગત સમારોહમાં એમની સાથે આવેલ એમની પત્ની ને અન્ય સ્ત્રીઓએ પૂછ્યું. “તમારા પતિથી તમે સુખી છો ને?” નજીક જ બેઠેલા પતિદેવ અપેક્ષિત્ જવાબ ની આશામાં , વિશ્વાસ સાથે , થોડા ટટાર થઇ ગયા. એમને ખાતરી હતી કે એમની પત્ની નો જવાબ હકારમાં જ હશે. એમને અને બીજા બધાંને પત્નીનો જવાબ સાંભળીને સખત આંચકો લાગ્યો જયારે તેણે કહ્યું, “ના, હું મારા પતિ થી સુખી નથી !” આખા રૂમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ! પતિદેવ તો જાણે પથ્થરનું સ્ટેચ્યુ! એ માની જ નહોતા શકતા કે એમની પત્ની આવું કહેશે- એ ય આટલા બધા લોકોની વચ્ચે. પોતાના માથા પરનો સ્કાર્ફ સરખો કરતાં કરતાં એ સ્ત્રી એ આગળ કહ્યું : “ના, હું એમના-થી સુખી નથી, હું [જાતે] સુખી છું !” હું સુખી છું કે કેમ, એ બાબત એમના પર આધારીત નથી , એ બાબત મારા પર આધાર રાખે છે! “મારૂં સુખ ફક્ત મારા પર આધાર રાખે છે. ” જિંદગીની હરેક પરિસ્થિતિમાં, હરેક ક્ષણમાં હું સુખનો અનુભવ કરવાનું પસંદ કરૂં છું. સુખનો અનુભવ કરવા માટે મારે બીજા લોકો પર, બીજી બાબતો પર કે પરિસ્થિતિઓ પર આધાર રાખવાનો હોય તો તો હું મુશ્કેલીમાં મૂકી જઉં! આપણી જિંદગીમાં અસ્તિત્વ ધરાવે છે એ તમામ વસ્તુઓ પરિવર્તનશીલ છે : માણસો, સંપત્તિ, મારૂં શરીર, હવામાન, ખુશીઓ આ તમામ પરિવર્તનશીલ છે.. મારી જિંદગીમાં હું કેટલીક બાબતો શીખી છું: હું સુખી છું એવો નિર્ણય હું કરી લઉં છું બાકીની તમામ બાબતો “અનુભવો” યા તો “પરિસ્થિતિઓ” નો વિષય છે! જેમ કે મદદરૂપ થવું, સમજવું, સ્વીકારવું,સાંભળવું, સધિયારો આપવો: મારા પતિ સાથે હું આમ જ જીવું છું. સાચું સુખ મળે છે ક્ષમાવાન થવામાં, અને તમારી જાતને ને બીજા બધાંને ચાહવામાં. .....મને સુખી કરવાની જવાબદારી મારા પતિ ની નથી એની પાસે પણ એના પોતાના “અનુભવો” કે “પરિસ્થિતિઓ” છે! અમારા સંજોગો ગમે તે હોય , પણ હું એને ચાહું છું, અને એ મને ચાહે છે એ બદલાતા રહે છે, હું પણ બદલાતી રહું છું. વાતાવરણ બદલાતું રહે છે. તમામ વસ્તુઓ બદલાતી રહે છે ક્ષમાશીલતા હોય, સાચો પ્રેમ હોય અને પરિવર્તનો તો હમેશા આવે જ છે એ જોયું હોય તો બંનેએ એક બીજા માટે પોતાના હદયમાં રહેલા પ્રેમ વડે આવા પરિવર્તનોને ઝીલવા જોઈએ. જો આપણે બેઉ એકબીજાને પ્રેમ કરતાં રહીએ અને માફ કરતાં રહીએ તો પરિવર્તનો એવા “અનુભવો યા પરિસ્થિતિઓ” બની રહેશે જે આપણને સમૃદ્ધ કરે અને શક્તિશાળી બનાવે. એમ નહી થાય તો આપણે ફક્ત “ સાથે જીવન ગુજારનાર” બની રહેશું. સાચો પ્રેમ કરવો કઠિન છે. સાચો પ્રેમ એટલે અપેક્ષારહિત્ ક્ષમા આપવી “અનુભવો યા પરિસ્થિતિઓ”ને છે એમ જ સ્વીકારવા અને એમને સાથે રહીને ઝીલવા અને પરિણામ થી ખુશ રહેવું. એવા કેટલાય લોકો છે જે કહેશે: હું સુખી થઇ શકું એમ નથી ...... કારણકે હું રોગગ્રસ્ત છું ........ કારણકે મારી પાસે એક પણ પૈસો નથી ......... કારણ કે ભયંકર ગરમી છે ................કારણકે એમણે મારૂં અપમાન કર્યું છે .......... કારણકે એ હવે મને પ્રેમ કરતો નથી ....... કારણકે એ હવે મારા વખાણ કરતો નથી! પણ તમને ખબર નથી કે રોગગ્રસ્ત હોવા છતાં, ભયંકર ગરમી હોવા છતાં, પૈસા ના હોવા છતાં, અપમાનિત થવા છતાં, પ્રેમ ના મળવા છતાં કે ખ્યાતિ ના મળવા છતાં તમે સુખી રહી શકો છો. સુખી હોવું એ જીવન વિશેનું આપણું મનોવલણ છે અને એ આપણે નક્કી કરવાનું છે!
એવો આ દેશ છે અમેરિકા


રુડો,રળિયામણો રંગ-બેરંગી,
મહેકતો ગુલશન સમો,
ભાત ભાતના વસે છે લોકો મિત્ર ભાવે,
એવો આ દેશ છે અમેરિકા.

ના કોઈ ભેદભાવ નાત-જાતના,
ના કોઈ વાડા ધર્મના,
વસે જ્યાં વિશ્વભરના માનવી સાથ,
એવો આ દેશ છે અમેરિકા.

સમૃદ્ધિમાં સાગર સમો જગમાં,
ગરીબીથી સબડતાને કરે સહાય,
માનવતાની જ્યોત સદા જળે જ્યાં,
એવો આ દેશ છે અમેરિકા.

લેવા સારા બૌધપાઠ એવા અહીં માનવી,
સ્ત્રીવર્ગનું સરખું જ્યાં માન,
ના કોઈ નાના-મોટા,સૌ સરખા,
એવો આ દેશ છે અમેરિકા.

વંદન કરી,ઝુકાવીએ શિર,
સાત સંમદર પાર કરી વસ્યા અહીં,
વંદુ દેવકી, સાથો સાથ નમું મૈયા યશોદાને,
એવો આ દેશ છે અમેરિકા.
માં વગર આપણું અસ્તિત્વ અધૂરું છે..

બસ માંની કડવી દવા યાદ આવે છે
…કદાચ એટલે જ હું સ્વસ્થ છું માનો માર યાદ આવે છે એટલે જ હું આજે એક સારી વ્યક્તિ બની શકી છું.કહે છે મોટી ઉંમરે વ્યક્તિમાં એક નાનું બાળક ફરી જાગ્રત થાય છે એ બાળક જિદ્દ કરે છે
…એ બાળક ગુસ્સે થાય છે …એ બાળકને હવે માં બનીને ફરી સાચવવાનો આ સમય છે … જેમ એ આપણને ગુસ્સે થઇને પણ છેલ્લે ગળે વળગાડી લેતી …છાના ખૂણે આંસુ લુછી લેતી ….એમ હવે આપણે એની માં બનીને એના સંતાનો હોવાનું કર્તવ્ય અદા કરીશું

હેપ્પી મધર્સ ડે બધાને મિત્રો,,,
Ek chhokri sasare vai gai


Ek chhokri sasare vai gai
Kal ni dikri aaj vahu thai
Gai kale JALSA krti chhokri
hve sasariya ni seva krti thy gai,

Kalni dress ne jeans pahrti chhokri
aaj sadi parti thy gai,
Piyar ma vehti chnchl nadi
saasri ma dhir-gmbhir thy gai,
Roj JALSA thi PAISA vaprti chhokri
aje shak-bhaji na bhav kravti thy gai,
Kal sudhi scooty ful speed e chlavti chhokri
Aaje bike ma pa6l besti thy gai,

Gai kal sudhi 3TIME bindas jamti chhokri
aje 3time jamvanu bnavti thy gai,
Hamesa potanu dharyu krti chhokri
aje patine pu6i ne krti thy gai,

Mummy pase kam kravti chhokri
aje sasu nu kam krti thy gai,
Ben-bhai sathe ladti chhokri
nanand nu maan krti thy gai,

Bhabhi sathe majak krti chhokri
Jethani nu aadar krti thy gai,
Pita ni ankh nu pani aaj
sasra na glass nu pani thy gai..

Ne to pn loko kahe 6e k-Wah
Amari dikri to saasaryama laher karti thy gai..!
ચાલ ને અજાણ્યા થઇ મળીયે


ચાલ ને અજાણ્યા થઇ મળીયે
એક બીજા ના સ્પર્શ માટે તરસ્યે

ભૂલાઇ ગયેલા એ આપણા ગળા ડુબ પ્રેમ ના
દિવસો ને ફરી ને પાછા તાજામાજા કરીએ

હવે તો માત્ર 'કામ' પુરતી વાતો કરતા
આપણે આજે ખુબ બેકારની વાતો કરીએ
તુ કેટલુ બોલતી ને હુ કેટલુ સાંભળતો
ચાલ ને એ ધિરજ પાછી મેળવીયે

ધૂળ ખાઇ રહ્યો છે પ્રેમ!!!આ લગ્ન ના આલબમ સમો
ચાલ ને પડેલી એ ધૂળ ને ખખેરયે
આઇ.સી .યુ .માં પડેલા આપણા પ્રેમ નો મળી ને ઇલાજ કરીએ
ચાલ ને અજાણ્યા થઇ મળીયે એક બીજા ના સ્પર્શ માટે તરસ્યે
માનસ જાત.


પહેલા આપે ઘા ઊંડાં ને પછીથી મલમ લગાડે આ તો છે માનસ જાત,
પહેલા આપે ઘા ઊંડાં ને પછીથી મલમ લગાડે આ તો છે માનસ જાત...
કેમછો મજામાં એવું કહીને વાત ને આગળ વધારે,
વધતા વધતા છેક પછીથી દુખતી નસ દબાવે....
મિત્ર મિત્ર કહીને એ તો સૌને કેવો બનાવે;
બનતા બનતા ધીરે ધીરે દુશ્મનાવટ નિભાવે આ તો માનસ જાત.........
સૌને કહેતો હું સાથે છું ચિંતા તમે ના કરશો
ને કહેતા કહેતા છેંક પછીથી રસ્તો એ બદલાવે..
આ તો માનસ જાત...........
દિલ નો ડોકટર દિલ એનુ ઘરે ભૂલી ગયો


માણસ-માણસ મટી ડોકટર માટે "બકરો" એ થઇ ગયો
સાલુ.... સેવાવાળુ કાર્ય કહેવાતુ એ લૂટ નો ધંધો થઇ ગયો
શર્દી કે ખાસી હોય તો કહે ટી.બી. થઇ ગયો
આવે જો તાવ તો સમજ્યા વગર કહે મલેરિયા થઇ ગયો
છેલ્લી પઇ પણ બચે નહી પાછળ....
લૂટવો કેમ દર્દી ને કળા એ બખૂબી શિખી ગયો
પ્રત્યક્ષ તો સમજ્યા દવા માં અને રિપોર્ટ માં કમિશન ખાઇ પીઠ પાછળ પણ લૂટી ગયો
સાલુ.... સેવાવાળુ કાર્ય કહેવાતુ એ લૂટ નો ધંધો થઇ ગયો
છે ગરિબ કે મધ્યમવર્ગી ફરક શુ છે દિલ નો ડોકટર દિલ એનુ ઘરે ભૂલી ગયો
માણસ-માણસ મટી ડોકટર માટે "બકરો" એ થઇ ગયો
ડર લાગે છે કહેતા છાતી માં દુખે છે કહેશે ડોકટર હાર્ડએટક આવી ગયો
મજબૂરી નો સવથી વધારે ફાયદો કેમ ઊપાડવો શિખવાવા
દિકરા ને ડોકટર પાસે મે મોકલી દિધો
માણસ-માણસ મટી ડોકટર માટે "બકરો" એ થઇ ગયો
સાલુ.... સેવાવાળુ કાર્ય કહેવાતુ એ લૂટ નો ધંધો થઇ ગયો